ભારતીય મોબાઈલ કંપની Lava આજે એટલે કે 2જી નવેમ્બરે ‘LAVA Blaze 2’ 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પર ફોનની તસવીર શેર કરીને આ અંગે માહિતી આપી હતી.
Lavaનો આ ફોન MediaTek Dimension 6020 octacore પ્રોસેસર સાથે આવી શકે છે, જે 7 નેનોમીટર પર બનેલો ચિપસેટ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ ફોન ₹9,999ની શરૂઆતની કિંમત સાથે આવી શકે છે.
કંપનીએ હજુ સુધી ફોનના કોઈ સ્પેસિફિકેશન વિશે માહિતી આપી નથી. જોકે, મીડિયા રિપોર્ટમાં સ્માર્ટફોનના અપેક્ષિત સ્પેસિફિકેશન વિશે ઘણા દાવા કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ રિપોર્ટ્સ અનુસાર સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે.