અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં યુવકની લાશ મળવા મામલે મોટો ખુલાસો થયો હતો. યુવકે મિત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક રિવરફ્રન્ટ ખાતે વોક-વે પર સ્મિત ગોહિલ નામના યુવકે આત્મહત્યા કરી હતી તે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ વાત કરતા સૌથી મોટું નિવેદન આપ્યું હતું કે, લોકોએ ગભરાવાની જરૂર નથી, શહેરમાં બે કે પાંચ ટકા ગુના વધે અથવા તો ઘટે કોઈ ફરક પડવાનો નથી. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ગુના નોંધાઈ રહ્યા છે અને તેને ઉકેલવામાં પણ પોલીસ કામગીરી કરી રહી છે.