રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ આગાહી કરી છે કે , આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ સાથે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું પણ કહ્યું છે. આ તરફ રાજ્યમાં આ 5 દિવસ દરમિયાન વધારે ઠંડી નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં આગામી 5 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ભુજ 15 ડિગ્રી તાપમાન, રાજકોટ 15, વડોદરા 19 ડિગ્રી, ભાવનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે.