દેશમાં સૌથી પહેલી બૂલેટ ટ્રેન બહુ જલદી દોડવાની છે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આ બૂલેટ ટ્રેન દોડશે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું અમદવાદ દેશનું ટ્રૉન્સપોર્ટ બનવા જઇ રહ્યું છે કે, કેમ કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બૂલેટ ટ્રેનનો મોટો ડેપો બની રહ્યો છે. આ વાત ગુજરાતીઓ માટે વધુ એક મોટી સિદ્ધિ સમાન છે.
મળતી માહિતી પ્રમાણે, આગામી વર્ષોમાં ગુજરાતનું અમદવાદ ટ્રાન્સપોર્ટ હબ બની રહેશે. હાલમાં બૂલેટ ટ્રેનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, શહેરના સાબરમતી વિસ્તારમાં બૂલેટ ટ્રેન ડેપો બનીને તૈયાર થશે, 2025-26માં મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચે બૂલેટ ટ્રેન દોડવાની છે. આ બૂલેટ ટ્રેન ડેપોમાં ખાસ સુવિધાઓ પણ રહેશે, અત્યારે આ બૂલેટ ટ્રેન ડેપો માટે VVIP લૉન્ઝ, પ્રતિક્ષા કક્ષ તેમજ એસકેલેટર બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક જ કિલોમીટરના રૂટમાં બૂલેટ ટ્રેન, મેટ્રૉ અને BRTSની સુવિધા પણ અહીં જ મળી રહેશે. ખાસ વાત છે કે, આ બૂલેટ ટ્રેનના ડેપૉને સત્યાગ્રહ થીમના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે, એટલું જ નહીં રાત્રિના સમયે લાઇટિંગથી ઝળહળી ઉઠશે આ બૂલેટ ટ્રેન ડેપો, હાલમાં બૂલેટ ટ્રેનને પુરેપુરી રીતે તૈયાર થતા લગભગ સાત મહિના જેટલો સમય લાગી શકે છે.
ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વિડિયોનું અનાવરણ કર્યું હતું. અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા આધુનિક સમયના સ્થાપત્યની ઝલક જોવા મળી હતી. અત્યાધુનિક અને આધુનિક સુવિધાઓથી સજ્જ, ટર્મિનલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કાર્યરત ભારતની શરૂઆતની બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપવા માટે તૈયાર છે. આ ટ્રેન પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ 350 કિમી પ્રતિ કલાકની મહત્તમ ડિઝાઇન સ્પીડ સાથે લગભગ 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ થાય છે. સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 1,08,000 કરોડ થશે અને પ્રોજેક્ટ ખર્ચના 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે, જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.