પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓને એક પત્ર લખ્યો છે. જેમાં સમાજના યુવાનોમાં ગુનાહિત માસિકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો હોવાનો પણ મનહર પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
મનહર પટેલે પત્ર લખી અગ્રણીઓને જણાવ્યું કે, પાટીદાર સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર વિષય છે. નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો જોવા મળ્યા છે. વધુમાં કહ્યું કે, પાટીદાર આગેવાન તરીકે મે સમજના આગેવાનોને પત્ર વ્યક્ત કર્યો છે. ગુનાહિત માનસિકતા, ટૂંકા રસ્તાની માનસિકતા યુવાનોમાં પ્રવેશી રહી છે. ભૂતકાળમાં આવા ગુના પાટીદાર સમાજમાં બનતા જ નહતા
તેમણે કહ્યું કે, માયાળુ, પ્રતિષ્ઠાવાન, સેવાભાવી, મહેનતુ પાટીદાર સમાજ છે. ચિંતા વ્યક્ત કરતા મે સમાજના તમામ મોભીઓને પત્ર લખ્યા છે. પાટીદાર સમાજે બંધન બનાવવુ પડશે. પાટીદાર સમાજ એક બંધારણ બનાવે અને તમામ બંધારણને અનુસરીને સમાજમાં રહીએ