રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. લોરેન્સ ગેંગના કથિત ગુંડાઓએ આ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે લોરેન્સ ગેંગને ગાળો આપીને ખોટું કરી દીધું છે, હવે તારો વારો છે, ‘RIP IN ADVANCE’. તાઉ તુઝે ઉઠા લેંગે, પતા ભી નહીં ચલેગા.
સૂરજપાલ અમ્મૂ આ ધમકીના જવાબમાં કહ્યું કે, હું મા કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી . અમે મુઘલ અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા લરયા હતા. તાઉ નહીં, થારા ફુફા હું, ડરને વાલા નહીં. અમ્મૂએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા ગેંગસ્ટર્સ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત રેડ કરીને આ લોકોને પકડી રહી છે. હેરાની વાત એ છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને ગોગામેડીની હત્યા અંગે ચેતવણી આપી હતી, તેમ છતાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા આપવામાં આવી નહીં, જે રાજકીય ષડયંત્ર તરફ ઈશારો કરે છે.
નોંધનીય છે કે રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે હત્યારાઓના નામ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી જણાવ્યું છે. હાલ તો બંને ફરાર છે.