અમદાવાદની એકલવ્ય સ્કૂલ વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે, અહીં કરાટે ટ્રેનરે વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જે બાદમાં વાલીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ તરફ રોષે ભરાયેલ વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. આ તરફ ઘટનાને લઈ પોલીસ પણ શાળા પહોંચી હતી. જે બાદમાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એકલવ્ય સ્કૂલમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. વાલીઓએ ધોરણ 5 માં અભ્યાસ કરતા પોતાના બાળકોને શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસને રજૂઆત કરી હતી. જેમાં એક કરાટે ટ્રેનરે વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જેને લઈ વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ આવી પહોંચતા પોલીસને પણ રજૂઆત કરાઇ હતી. જે બાદમાં હવે પોલીસ ફરિયાદની કવાયત શરૂ કરાઇ હતી