ગુજરાતમાં ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ગઈકાલે લગ્ન કર્યાં છે. ડિસેમ્બર 2022માં ખજૂરભાઈએ મીનાક્ષી સાથે સગાઈ કરી હતી જેના ફોટોઝ તેમણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. હવે તેમણે પોતાની સુંદર વેડિંગનાં ફોટોઝ-વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.
ક્રિમ કલરની શેરવાની અને માથે સાફો પહેરેલા ખજૂરભાઈ ઘોડેસવારી કરીને પોતાની પ્રેમિકાને લેવા વાજતેગાજતે પહોંચ્યાં હતાં. સાવરકુંડલાનું લોકેશન એડ કરતાં ખજૂરભાઈએ તેમના અને પત્ની મીનાક્ષીનાં સુંદર ફોટોઝ પોસ્ટ કર્યાં હતાં. ફોટોઝ જોઈને ખ્યાલ આવે છે કે પોતાના લગ્નનાં અવસરે કપલ ખુબ જ ખુશ છે.
નીતિન જાની અને મીનાક્ષી દવે 8 ડિસેમ્બરનાં રોજ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતાં. સાવરકુંડલામાં કપલે સાદગીભેર અને રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યાં. ફેન્સને લગ્નની ખબર મળતાની સાથે જ લોકોએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું છે.