ઉપસરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા વર્લ્ડ એન્ટી કરપ્શન ડે દિવસે જ બે ઇસમોને લાંચ લેતા ઝડપી લીધા હતા. ACB દ્વારા શહેરના લાલ બંગલા સર્કલમાં લાંચ લેવા અંગેનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ACB એ શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 60,000 ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા
પ્રાપ્ત જાણકારી મુજબ જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા વર્લ્ડ એન્ટી કરપ્શન ડે દિવસે જ લાંચ લેતા શખ્સોને ઝડપી પાડવા માટે લાલ બગલા પાસે લાંચનું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું, અને શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 60,000 ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા.
જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા આજે નવમી ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એન્ટી કરપ્શન ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે બંને ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે