ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 300 કરોડ રોકડ રકમ મળી આવતા ભાજપે હવે તેની સામે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન શરુ કર્યુઆ છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ પાસેથી રૂપિયા 300 કરોડ ઝડપાતા રાજકમલ ચોક ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ ઈન્કમટેક્ષ વિભાગની રેઈડમાં મળી આવી છે
ત્યારે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. અહીં ભાજપના કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઈ બસીયા, મેહુલભાઈ ધોરાજીયા, ભરતભાઈ સુતરીયા, રેખાબેન માવદીયા, મનોજભાઈ મહીડા, મયુરભાઈ માંજરીયા, ઘનશ્યામભાઈ ત્રાપસીયા અને ગોપાલભાઈ અંટાળા વિગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા.કાર્યકરોએ ધીરજ સાહુ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી