રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’એ વર્લ્ડવાઈડ કલેક્શનમાં 650 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ એ જ વર્ષે ‘એનિમલ’ પહેલા બીજી ઘણી ફિલ્મોએ પણ આ આંકડો પાર કર્યો હતો.
રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’એ રિલીઝના દિવસથી જ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે. આ ફિલ્મે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ જોરદાર કમાણી કરી નથી પરંતુ વર્લ્ડવાઇડ કલેક્શનમાં પણ મોટી સફળતા મેળવી છે. ફિલ્મે રિલીઝના નવમા દિવસે વિશ્વભરમાં 660.89 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પરંતુ ‘એનિમલ’ પહેલા આ વર્ષે ઘણી ફિલ્મોએ આ આંકડો પાર કર્યો છે.
સૌથી પહેલા વાત કરીએ શાહરૂખ ખાનની ‘જવાન’, ફિલ્મની જે વર્ષ 2023માં જ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 1160 કરોડ રૂપિયાની કમાણી કરી હતી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 650 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો અને 1055 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો.બોલિવૂડના પાવરફુલ એક્ટર સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ પણ આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 691 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.