આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામ….. છતડિયા ગામના ખેડૂત બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા 3 વીઘા ની ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા પણ ખેતી કરવા અગાઉ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક માંથી લોન લીધેલ હતી જે લોન ભરપાઈ કરી શકવાની ખેડૂતની હાલત હાલ ના હોય અને બેંકની નોટીસ આવતી હોય જેમાં હાલ 3 લાખ 59 હજાર બાકી લેણા. ભરવાની નોટીસ મળી હતી જે ખેડૂતને ભરવાની અશમતા ને કારણે પોતાના ઘરે દોરડા વળે ગળેફાંસો ખાઇ ને મોત મીઠું કરી લીધું હતું ને સવારે ઘરના સભ્યોને જાણ થતાં તાત્કાલિક 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં ડોકટર એ મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસને મૃતક ખેડૂત બાલાભાઈ નાડોદ્રા ના ખિચાં માંથી નોટીસ પણ મલી હતી જે પોલીસે કબજો લઈને આગળની તપાસ હાથ ધરી હતી ને મૃતક ખેડુતના પરિજનોએ બેંક ધિરાણ ને કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું
બાલાભાઈ નાડોદ્રા એ બેંક ધિરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝન ના dysp હરેશ વોરા એ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું
એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકાર માં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધિરાણ ની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલી અને કહેવાતા જગતના તાત ની આર્થિક મુશ્કેલીઓથી નાસીપાસ થઈને ખેડૂતો આપઘાત કરી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા આવા ખેડૂતો અંગે પણ કંઈક વિચારે તે વધુ ઈચ્છનીય છે