દેશમાં રિટેઈલ મોંઘવારી ચાર મહિનાના નિચલા સ્તર 4.8% એ પહોંચ્યા બાદ નવેમ્બરમાં મોંઘવારીના દરે આમ જનતાને આંચકો આપ્યો છે. મોંઘવારી દર ઝડપથી વધીને 5.55% થઈ ગયો છે. છૂટક ફુગાવાના દરમાં આ વધારો ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે થયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ખાદ્ય ફૂગાવો 8.70% રહ્યો.
નવેમ્બરમાં ફુગાવામાં વૃદ્ધિ છતાં રિઝર્વ બેંકના 2-6% ના સ્વિકાર્ય મર્યાદામાં રહ્યો. જાહેર આંકડાઓ અનુસાર ક્રમિક આધાર પર ફગાવાના દરમાં 0.54% ની વૃદ્ધિ નોંધાઈ. CPI આધારિત મોંઘવારી દર ઓક્ટોબરમાં 4.87% પર હતો. મોંઘવારી દરમાં ઓગસ્ટમાં ઘટાડો આવી રહ્યો છે. તે સમયે આ 6.83% હતી. ગત વર્ષે આ મહિનામાં રિટેઈલ ફુગાવો 5.88% પર હતો. ખાદ્ય વસ્તુઓની મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 8.7% રહી. જે ઓક્ટોબરમાં 6.61% અને ગત વર્ષે નવેમ્બરમાં 4.67% હતો.
RBI MPC પર વિચારણા કરતી વખતે મુખ્યત્વે રિટેલ મોંઘાવારી દર પર ધ્યાન આપે છે. તેને 2% થી વધારા ઘટાડાના સાથે તેને 4% પર રાખવાની જવાબદારી મળેલી છે. RBI એ ગત સપ્તાહ મૌદ્રિક નીતિની સમિક્ષામાં ગ્રાહક ફુગાવાના ચાલૂ નાણાંકિય વર્ષમાં 5.4% પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દરનો આંકડો 5.02% પર હતો.