રાજ્યમાં RTO સર્વર ફરી ઠપ થયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ RTO સર્વર ઠપ થતાં અરજદારો પરીક્ષા આપ્યા વિના પરત ફર્યા હતા. લાયસન્સની પરીક્ષા રદ થતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન સોમવારે પણ સર્વરમાં ખામી આવતા અરજદારોને મુશ્કેલી પડી હતી. વિગતો મુજબ સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચાં અને પાકાં લાઇસન્સના 10,000થી વધુ અરજદારોને પરત જવું પડ્યું હતું.
મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં RTO લાયસન્સની કામગીરી કરતાં સારથિ સર્વરબંધ થઈ ગયું હતું. સોમવારે બપોર બાદ સર્વર બંધ થયા બાદ તેની અસર મંગળવારે પણ જોવા મળી હતી. સર્વર બંધ રહેવાના લીધે વાહનના કાચાં અને પાકાં લાઇસન્સના 10 હજારથી વધુ અરજદારોને પરત જવું પડ્યું હતું. બીજી તરફ સર્વર ઠપના લીધે રાજ્યની 225 ITI સંસ્થાઓમાં પણ 1 દિવસની 5,000 એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી, જેમાં અમદાવાદની 13 ITI સંસ્થામાં અંદાજે 500 લોકોને પરત જવું પડ્યું હતું.