ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર
હાજર થવા પહેલા હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા
પોલીસ સમક્ષ સમર્પણ કરવાની કરી હતી જાહેરાત
ભાજપે મારી વિરૃદ્ધ ષડયંત્ર રચ્યું છે
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય પોલીસ સમક્ષ હાજર થયા છે. MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. અત્રે જણાવીએ કે, તેમણે વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા
તો બીજીબાજુ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ચૈતર વસાવા ના સરેન્ડરને લઇ કહ્યું કે ભાજપ ડરી ગયું છે ચૈતર વસાવા ને છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન કરવામાં આવે છે ભાજપ આદિવાસિસમાજને ખતમ કરવા માંગે છે ભાજપ અમારા ધારાસભ્યને ધમકાવે છે ડરાવે છે