સુરતમાં સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પાડ્યા છે. 5 દિવસ બાદ સુરાના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. મળતી માહિતી મુજબ સુરાના ગ્રુપની 500 કરોડની બેનમી આવક, સંપત્તિ અને વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે કંસલ ગ્રુપના 200 કરોડના બેનામી વ્યવહારો, સંપત્તિ આવક મળ્યી આવ્યો છે. મળી આવેલા દસ્તાવેજોનું વેરિફિકેશન કર્યા બાદ કર ચોરીની સાચી રકમ બહાર આવશે. સુરાના ગ્રુપ જમીન લે વેચ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલું છે. જ્યારે કંસલ ગ્રુપ યાર્નના વ્યવસાય ઉપરાંત જમીનના ધંધા સાથે પણે સંકળાયેલું છે.
100થી વધુના કાફલા સાથે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. દરોડા તેમજ બાતમીની માહિતી લિક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓ ઉપયોગમાં લેવાઇ હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલેરી મળી આવી છે.