આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈ કાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ તેમને દેડીયાપાડાથી રાજપીપળા LCBમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. અને આજે પોલીસ દ્વારા ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. અને પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના પોલીસ રિમાન્ડ મજૂર કર્યા છે.
આ કેસમાં તેમના પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત સહિત 3 આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં જેલમાં છે ત્યારે ગઈ કાલે ચૈતર વસાવા સહિત અન્ય ત્રણ આરોપીએ સરેન્ડ કરતા આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 7 થયો છે.
ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલો કરી હતી. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી. AAP નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ કહ્યં કે, આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા તેના પુરાવા લાવો, વધુમાં તેમણે કહ્યુ કે, જો કેસ સાજો જ હતો તો આટલી મોડી FIR કેમ કરી.
દલીલો સાંભળ્યા બાદ,ધારાસભ્યને કોઈ પણ તકલીફના પડે એવા સૂચન સાથે ડેડીયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 ડિસેમ્બર બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.