આઈપીએલ ફ્રેંચાઈઝી મુંબઈ ઈન્ડિયંસે હાર્દિક પંડ્યાને આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા મોટી ડીલ કરી છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમે આઈપીએલ મિની નીલામી પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. નીલામી 19 ડિસેમ્બરનાં થવાની છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત ટાઈટલ જીત્યું છે. હવે મુંબઈ ઈંન્ડિયંસે આજે 2024ની સીરીઝ માટે લીડરશીપ ગ્રુપમાં ફેરફાર કર્યો છે. સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશીપનાં પદથી હટાવ્યું છે જ્યારે હાર્દિકને એ પદ સોંપ્યું છે.