CCTV ઘરમાં લગાવેલા કેટલા જોખમી હોઈ શકે છે તેનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે. જે ઘટના મુંબઈના બાંદ્રાની છે. જ્યાં એક યુટ્યુબરે તેનો અંગત વીડિયો લીક થયા બાદ ફરિયાદ નોંધાવી છે. 21 વર્ષના યુટ્યુબરના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. કોઈએ યુટ્યુબરના સીસીટીવીની ઍક્સેસ મેળવ્યા છે અને તેના ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યું કે 17 નવેમ્બરે કોઈએ પીડિતાના સીસીટીવી કેમેરામાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હતો. મામલો 9 ડિસેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ મામલે આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
યુટ્યુબરે કહ્યું કે તેણે સુરક્ષાના કારણોસર તેના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યો હતો. જેમાંથી એક કેમેરા તેણે પોતાના બેડરૂમમાં લગાવ્યો હતો. 9 ડિસેમ્બરે પીડિતાના એક મિત્રએ તેને ફોન કર્યો અને કહ્યું કે તેનો કપડા બદલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે યુટ્યુબે ક્લિપ ચેક કરી તો જાણવા મળ્યું કે વીડિયો તેના રૂમનો છે. આ પછી પીડિતાને લોકોના સતત ફોન આવવા લાગ્યા હતા. કોઈએ સોશિયલ મીડિયા પર ન્યૂડ ક્લિપ શેર કરી અને તે વાયરલ થઈ ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીનું કહેવું છે કે આ કામ તેમના કોઈ પરિચિત દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. જો કે તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
WiFi સાથે CCTV જોડાયેલ છે. જેનો અર્થ એ છે કે સુરક્ષા માટે તમારા ઘરમાં લાગેલા સીસીટીવીને ઇન્ટરનેટની જરૂર છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ઇન્ટરનેટ Wi-Fiની મદદથી ઉપલબ્ધ હોય છે. જો કોઈ તમારા CCTVની ઍક્સેસ મેળવવા માંગે છે તો તે Wi-Fi પર હુમલો કરે છે. જો તમે સીસીટીવી સિસ્ટમ માટે સાદા પાસવર્ડનો ઉપયોગ કર્યો છે, તો હેકર્સ સરળતાથી તેમાં પ્રવેશ કરી શકે છે. શક્ય છે કે તમે જાણતા હોવ તે વ્યક્તિ તમારા CCTV સિસ્ટમમાં ઘૂસી જાય. આ સિવાય જો હોમ નેટવર્ક સાથે જોડાયેલ સીસીટીવી સુરક્ષાના તમામ પગલાઓનું પાલન કરતા નથી. તો શક્ય છે કે હેકર્સ કોઈ એક ખામીની મદદથી તમારા રેકોર્ડિંગને એક્સેસ કરી શકે.