ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે 2024માં દુનિયા ‘ નૌસૈન્ય યુદ્ધ ‘ જોશે. લાલ શત્રુ ભયથી પીળો પડી જશે અને વિશાળ મહાસાગરને પણ ભયભીત કરી મૂકશે. આ લાલ રંગને ચીન સાથે જોડવામાં આવી રહ્યો છે કારણકે ચીનનાં ઝંડાનો રંગ પણ લાલ છે. હવે સવાલ ઊઠી રહ્યો છે કે શું ખરેખર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી થઈ જશે? ચીનની હરકતોથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે કારણકે ચીન સમુદ્રી વિસ્તારોનું સર્વે કરી રહ્યું છે. ચીનનો જહાજ Shi Yan 6 શ્રીલંકા તટનો સંપૂર્ણ સર્વે કર્યા બાદ 2 ડિસેમ્બરનાં રોજ સિંગાપોર પહોંચ્યો.
હવે ચીનને નવું પગલું ભર્યું છે. તેણે વધુ એક સમુદ્રી સર્વે કરવા માટે માલદીવ અને શ્રીલંકા પાસે પોતાના જાહજોને બંદરગાહ પર ડોક કરવાની પરવાનગી માંગી છે. રિપોર્ટ અનુસાર ચીન 5 જાન્યુારી 2024 સુધી દક્ષિણ હિંદમહાસાગરનાં ઊંડા પાણીમાં જઈને સર્વે કરવા ઈચ્છે છે. આ માટે તે શ્રીલંકા અને માલદીવ પાસે પોતાના જહાજોને ડોક કરવાની પરવાનગી માંગી રહ્યું છે. સમુદ્રમાં ચીનની આ હરકત પર ભારતને શક છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સર્વે માટે જિયાંગ યાંગ હોંગ 03 જહાજનો ઉપયોગ કરશે. જે હાલમાં દક્ષિણ ચીન સાગરમાં જિયામેન તટ પર હાજર છે. જો શ્રીલંકા અને માલદીવ આ સર્વે માટે ચીનને પરવાનગી આપી દે છે તો ચીનનો જહાજ મલ્લકાનાં રસ્તે શ્રીલંકા અને માલદીવનાં તટ પર પહોંચશે. ભારત તો આ સર્વે માટે પહેલાથી જ આપત્તી દાખવી રહ્યું છે. ભારતે શ્રીલંકા અને માલદીવને પહેલાથી જ કહી દીધું છે કે ભવિષ્યમાં ચીનનાં કોઈપણ સૈન્ય અભિયાન માટે હિંગ મહાસાગરમાં જવાની પરવાનગી ન આપવી.