સમગ્ર રાજ્યમાં શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, હાલમાં મળતી અનુસાર મહેસાણામાં શ્વાનનો ભયાનક આતંક સામે આવ્યો છે, અહીં એક જ દિવસમાં 35થી વધુ લોકોને શ્વાને બચકાં ભરતાં શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.
મહેસાણામાં છેલ્લા એક મહિનાથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. મહેસાણા શહેરમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે,ત્યારે ચાલુ મહિનામા 480 કેસ સામે આવ્યા છે. શહેરમાં અત્યારે વધી રહેલા શ્વાનના આતંકથી લોકો ડરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરી એ તો નવેમ્બર મહિનામાં શ્વાન કરડવાના 1025 કેસ નોંધાયા હતા .પાલીકાને કૂતરા પકડી ખસીકરણ ની પ્રક્રિયા સત્વરે શરૂ કરે તેવી સ્માંથાનિકોએ માંગ કરી છે.