ખેડુત જગતનો તાત કહેવાય છે પણ જગતના તાત ની દશા કફોડી થઈ હોય તેવી સ્થિતિ અમરેલી જિલ્લાના સાવરકુંડલા યાર્ડ માં સર્જાઈ છે સાવરકુંડલા યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડ માં જાહેર હરરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે ને યાર્ડ માં જાહેર હરરાજી બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં……
સાવરકુંડલા એપીએમસીમાં ગઈકાલે એક ખેડૂતને વેપારી સાથે રકજક થયા બાદ એપીએમસી ખેડૂતે ફરિયાદ કરતા યાર્ડ દ્વારા રાધારમણ ટ્રેડિંગના વેપારીને નોટીસ પાઠવતા આજે વેપારીઓ દ્વારા જાહેર હરરાજી બંધ રાખવાના નિર્ણયથી ખેત જણસો ખરીદ કરવાની ના પાડતા આજે ગત રાતથી ખેત જણસો લઈને આવેલા ખેડૂતો જાયે તો જાયે કહાં ની જેવી સ્થિતિ નિર્માણ પામી છે ને ખેડૂતો રોષિત બન્યા છે
2ખેડૂતોની ખેત જણસો ખરીદવા વેપારીઓ તૈયાર ના થતા યાર્ડ સતાધીશો દ્વારા ખેડૂતોને પોતાનો માલ પરત લઇ જવાનું માઇકમાં એલાન થતા ખેડૂતોનું ટોળું યાર્ડ કચેરીએ પહોંચીને ધરણાં શરૂ કર્યા હતા ખેડૂતો વધુ રોષિત બને અને કાયદો વ્યવસ્થા ના ખોરવાઈ માટે પોલીસ યાર્ડ માં પહોચી હતી ને ખેડૂતોને સમજાવટ ના પ્રયાસો કર્યા હતા ત્યારે યાર્ડ ના જોઇન્ટ સેક્રેટરી એ વેપારીએ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટીસ પાઠવેલ જેને લઇને વેપારીઓ યાર્ડ ને દબાવવા માટે હરરાજી બંધ રાખેલ હોવાનું જણાવ્યું હતું