ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઇ છે. મહત્વનું છે કે, આજે CM ગુજરાત ફાયર સેફટી ક્મ્પ્લાયન્સ પોર્ટલની શરૂઆત કરાવશે. આ તરફ નવા રેગ્યુલેશનનો અમલ થતા ફીનું ધોરણ એકસમાન રહેશે. નોંધનિય છે કે, પહેલા જિલ્લા, મનપામાં અલગ અલગ ફી લેવાતી હતી. જોકે હવે નવા રેગ્યુલેશનના અમલ બાદ એવું નહિ બને.
CM ભુપેન્દ્ર પટેલ આજે ગુજરાત ફાયર સેફટી ક્મ્પ્લાયન્સ પોર્ટલ શરૂ કરાવશે. જેથી હવે આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં આવશે. અહી સૌથી મોટી વાત એ છે કે, નવા રેગ્યુલેશનના કારણે ફી નુ એકસમાન ધોરણ રહેશે. પહેલા જિલ્લા, મનપાઓમાં અલગ અલગ ફી લેવાતી હતી. જોકે હવે આ રેગ્યુલેશન બાદ ફાયર NOC, રિન્યૂઅલ કરાવવા વચેટિયાઓ નહી ફાવે.