_MP માં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે મધ્યપ્રદેશમાં હવે જીતુ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે,ઉમંગ સિંગરને વિપક્ષના નેતા અને હેમંત કટારેને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છેમધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટો ફેરફાર થયો છે. ચૂંટણીમાં હાર બાદ કમલનાથે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના હાઈકમાન્ડે હવે જીતુ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. આ ઉપરાંત ઉમંગ સિંગરને વિપક્ષના નેતા અને હેમંત કટારેને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે.
ગત સપ્તાહમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર આવવા લાગ્યા હતા. અહેવાલો મુજબ હાઈકમાન્ડે કમલનાથને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું હતું. તેનું કારણ એ હતું કે આ ચૂંટણીઓ દરમિયાન અને તેની પહેલા પણ પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા હતા. જેથી આ હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવીને તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું અપાવ્યાનું કહેવામાં આવી રહ્યું છે.
5 ડિસેમ્બરે એટલે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી હતી. આ બેઠક સવારે 11 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં પાર્ટીની આ કારમી હારની સમીક્ષા કરવામાં આવી અને દરેક સીટ પર હારના કારણોની ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 114 ધારાસભ્યો ચૂંટ્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા ઘટીને માત્ર 66 રહી છે.