પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાત લેશે.સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.ઉલ્લેખનીય છે જે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. તેનું પણ ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તો આજે નરેન્દ્ર મોદી સુરત ખાતે 10.20 કલાકે આવશે. અને 10.25 કલાક સુધી તેઓ એરપોર્ટ થી મોટર માર્ગે ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ જવા રવાના થશે.
તો 10.30 થી 10.45 સુધી તેઓ ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટ ખાતે આગમન અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ 10.45 કલાકે કાર્યક્રમ પૂર્ણ કરી મોટર માર્ગે સુરત ડાયમંડ બુર્સ જવા રવાના થશે. ત્યારબાદ તેઓ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન તથા કાર્યક્રમમાં હાજરી આપશે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યા બાદ તેઓ મોટર માર્ગે સુરત એરપોર્ટ જવા રવાના થશે.
સુરતમાં ભાજપ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5 હજાર કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં રત્નકલાકારો PM મોદીને આવકારશે.સુરત શહેરના 6 પોઈન્ટ ONGC બ્રિજ, ઓ.પી ફાર્મ, મનભરી ફાર્મ, રોડ મટીરીયલ ડેપો, ડાલમિયા ફાર્મ અને ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાશે.
ડાયમંડ બુર્સ એટલે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર. જ્યાં એક જ સ્થળે 4200 ડાયમંડ કંપનીની ઓફિસ એક બીજા સાથે જોડાયેલી છે. ત્યારે દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી સહિતની છે. હાઈ વેલ્યુ ગુડ્ઝની અહીં મોટા પાયે ખરીદી અને વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે છે. આ બિલ્ડિંગ મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા ચાર ગણી મોટી ઓફિસ છે.
જેનું 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ કાર્ય થયું છે. આ બાંધકામ અમેરિકાના પેન્ટાગોન કરતા મોટું છે. જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ બની ગયું છે. તો ડાયમંડ બુર્સ શિકાગોના વિલિસ ટાવરનો રેકોર્ડ તોડશે. મહત્વનું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા એક સપનું જોયું હતું. ડાયમંડ સિટી સુરતમાં સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવાનું.એ સપનું સાકાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સંકલ્પને કોઈપણ કિંમતે સિદ્ધ કરનાર એવા નેતા કે, જેની ખ્યાતી વિશ્વભરમાં જોવા મળી રહી છે.