ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે બન્નેની વચ્ચે છેલ્લા થોડા સમયથી ઝગડા ચાલી રહ્યા છે. ત્યાં જ હવે ખબર સામે આવી રહી છે કે ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારનું ઘર છોડી દીધુ છે.
આટલું જ નહીં દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેકના ઝગડાના કારણે અમિતાભ બચ્ચની પ્રોફેશનલ લાઈફ પર અસર પડી રહી છે. તે હાલ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે.
પાછલા થોડા દિવસોથી અમિતાભ બચ્ચન શૂટિંગથી ઘરે જલ્દી જતા રહે છે એક રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે ઝગડો અમિતાભ બચ્ચનના કારણે શરૂ થયો હતો. ઘણા સોર્સનું કહેવું છે કે અમિતાભે થોડા દિવસો પહેલા પોતાના મુંબઈ સ્થિત ત્રણ બંગલામાંથી એક બંગલો પોતાની દિકરી શ્વેતા નંદાના નામે કર્યો છે. માટે ઐશ્વર્યા રાય નારાજ છે.
જોકે આ ખબરો વચ્ચે ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને અભિષેક એત સાથે આરાધ્યાની સ્કૂલે પહોંચ્યા છે. ત્રણેય સાથે ઉભા હતા અને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. એવામાં અભિષેક અને ઐશ્વર્યાના અલગ થવાના રિપોર્ટ પર સવાલ ઉઠવા લાગ્યા છે.
ઐશ્વર્યા રાય અને તેમના સાસુ જયા બચ્ચનની વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ વાતચીત નથી થઈ. બન્ને એક બીજાથી દૂર રહે છે. આટલું જ નહીં સૂત્રોએ તો એમ પણ કહ્યું કે શ્વેતા બચ્ચનના જલસા શિફ્ટ થવાના કારણે પણ ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે રિલેશન બગડ્યું છે.