આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ પુરા થતા આજે તેમને દેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબ્જે કરવા 10 દિવસ રિમાન્ડની માગણી કરી છે. બન્ને પક્ષે દલીલ બાદ કોર્ટ દ્વારા રિમાન્ડ
આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 14 ડિસેમ્બરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને 15 ડિસેમ્બરે દેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. અને પોલીસે કોર્ટમાં 12 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના પોલીસ રિમાન્ડ મજૂર કર્યા હતા. જે આજે પુરા થયા છે. ત્યારે તેમણે કોર્ટમા રજૂ કરવામા આવ્યા હતા. ત્યારે કોર્ટે દલીલોને અંતે ચેૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર કર્યા છે. જેથી હવે તેમને જેલમાં મોકલવામા આવશે. જે બાદ તેમના જામીન માટે અરજી પણ કરી શકે છે.
ચૈતર વસાવા પાસેથી રિવોલ્વર કબ્જે કરવા 10 દિવસ રિમાન્ડની માગણી પોલીસે કરી છે. પોલીસ સુત્રાના જણાવ્યા પ્રમાણે ચૈતર વસાવા પર જે બંદુકથી વન કર્મતચારીઓ પર ફાયરિંગ કર્યાનો આક્ષેપ છે તે વાતનો ચૈતર વસાવાએ સ્વીકાર નથી કરી. અને પોલીસ પણ હજુ સુધી આ બંદુકને શોધી નથી શકી.
રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સાથે પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં ઘરે અને ખેતરમાં રિકન્ટ્રક્શન કર્યું હતું. તેમજ ચૈતર વસાવાએ કરેલા ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને ફાયરિંગને લઈને તપાસમાં કોઈ પુરાવા મળ્યાનથી. જ્યારે પોલીસે રિમાન્ડ દરમિયાન 30 હજાર રુપિયા રિકવર કર્યા છે.