લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ ધરી દીધું છે. ત્યારે ફીર નવી એટકળો સામે આવી છે કે, આમ આમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય આવતી કાલે રાજીનામું આપી શકે છે.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. અત્રે જણાવીએ કે, તે AAPના ધારાસભ્ય હેમંત ખવા છે. જેઓ જામજોધપુરના AAPના ધારાસભ્ય છે
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદનો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે