ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. એવામાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે IPLમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે. 2 કરોડની બેસ પ્રાઇસ વાળા હર્ષલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફ માટે લખનઉ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બિડિંગ વૉર થયું હતું. 1 કરોડથી શરૂ થયેલી તેની બોલી 10 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વિકેટકીપરના સેટ-3માં 5 ખેલાડીઓના નામ આવ્યા, પરંતુ માત્ર 2 જ ખરીદનાર મળ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હીએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કેએસ ભરતને પણ કોલકાતાએ માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ફિલ સોલ્ટ, જોશ ઇંગ્લિસ અને કુસલ મેન્ડિસ અનસોલ્ડ રહ્યા