એન્કર
ગાંધીનગર ગીફટસીટીમાં દારૂ પીવાની છુટ આપતો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે આ નિર્ણય ને લઈને અમદાવાદની જનતાનું માનવું છે કે રાજ્ય સરકારે દારૂ પીવા માટે જે પરમીશન આપવામાં આવી છે તેને રદ કરવી જોઈએ. આ નિર્ણયથી મહાત્મા ગાંધીનું ગુજરાત બદનામ થશે તો કેટલાક લોકોનું માનવું છે કે આ નિર્ણય માત્ર ૨૦૨૪ ની લોકસભાની ચુંટણીને ધ્યાને લઈંને કરવામાં આવ્યો છે.