યાત્રાધામ દ્વારકા ખાતે અખિલ ભારતીય મહારાસ સંગઠન હેઠળ 37 હજાર થી વધુ બહેનો એક જ સ્થળ પર ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મભૂમિ ખાતે એક લોહિયા આહીર સૂત્ર પર મહારાસ સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન યોજાયું જેમાં આહીર સમાજ ના લોકો બહોળી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા …
અમે એક લોહિયા આહીર સૂત્ર પર ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મભૂમિ દ્વારકા ખાતે ભવ્ય મહારાસ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહારાસ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી 37 હજાર થી વધુ આહીર સમાજની મહિલાઓ તેના પરંપરાગત પહેરવેશ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ સમર્પિત મહારાસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ આહીર સમાજ ની બહેનો દ્વારા તેઓના પરંપરાગત પહેરવેશ પહેરી મહારાસ રમ્યો હતો આ મહારાસ માં 37 હજાર થી વધુ બહેનો એ ભાગ લીધો તે તમામ બહેનો એ અગાઉ થી જ રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે આજ યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજો એ તેઓના ઇષ્ટદેવ માટે એક લોહિયા આહીર સૂત્ર ને સાર્થક કરતા સમગ્ર સમાજ એક સ્થળ પર એકઠો થયો હતો અને દ્વારકા ના નંદ ધામ ખાતે ના ગ્રાઉન્ડમાં આહીર સમજ ની બહેનો એ મહારાસ રમ્યો હતો મહારાસ નો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો અને નારી તું નારાયણી સાથે દેશ માં અને તમામ સમાજ માં નારીઓ ને પ્રભુત્ત્વ મળે તે હેતુથી આ મહારાસ નું અયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આહીર સમજ દ્વારા દ્વારકા ખાતે આવેલ નંદ ધામ ખાતે સમસ્ત આહીર સમાજ દ્વારા ભવ્ય ભજન ભોજન અને મહારાસ નું આયોજન કરવામાં આવ્યું છે.