ગઈકાલે વીરજી ઠુમ્મર સામે પોલીસમાં ફદરીયાદ નોંધાઈ હતી . ભાજપના કાર્યક્રરોએ વીરજી ઠુમ્મર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના જીવને જોખમ છે તેવી ફરિયાદ કરી હતી.
કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરએ પ્રધાનમંત્રી સામે બેફામ વાણી વિલાશ કર્યો હતો. વીરજી ઠુમ્મરનાં આવા વર્તન સામે ભાજપ કાર્યક્રરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વીરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ તો સાથે અમરેલી પોલીસ સ્ટેશનમાં વીરજી ઠુમ્મર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ મામલે આજે વીરજી ઠુમ્મર પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યહ હતા અને પોલીસને પોતાની રજુઆત કરી હતી ત્યારબાદ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે મારા જીવને જોખમ છે તેથી મને પોલિશ રક્ષણ ફાળવવામાં આવે આ ઉપોહ્યન્ત વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.