સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાએ આ વખતે ગુજરાત ટાઈતન્સનો સાથ છોડીને મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડ્યો છે. મુંબઈએ તેને ટ્રેડ કરતા ગુજરાત પાસેથી હાર્દિકને ખરીદી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા સાથે કેશ ડિલ કરીને તેને લાવવામાં આવ્યો છે. હાર્દિકને લાવવા માટે 15 કરોડ રૂપિયા ગુજરાતને આપવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
ગુજરાતને ખરીદનાર ફર્મ સીવીસી કૈપિટલ એક ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. જેના 40 મેનેજિંગ પાર્ટનર છે. આ કંપની આઈપીએલને એક પ્રોફિટના સાધન તરીકે જુએ છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ એક બિઝનેસ પરિવારની ટીમ છે. અંબાણી દેશના સૌથી વધુ અમીર લોકોમાંથી એક છે. જેથી તે માત્ર પ્રોફિટ જ નહીં પણ બીજી ઘણી વસ્તુઓ પર ધ્યાન આપે છે.
માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને લાવવા માટે મુંબઈએ 115 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે ગુજરાતના પર્સમાં 15 કરોડ રૂપિયા પંડ્યાની ડિલ થઈ તે માટેના આવ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ સિવાય મોટી પણ મોટી ધન રાશિ તેને મળી હોવાનું કહેવાય રહ્યું છે. અનુમાન મુજબ 100 કરોડ રૂપિયા જેટલી આ રકમ હોય શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઘણા ફેન્સ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં ખુબ મોટી બબાલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે. જ્યારે લોકો રોહિતને સલાહ આપી રહ્યાં છે કે તેને અન્ય ટીમમાં જઈને રમવુ જોઈએ નહીં કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં. જો કે આ મામલે હજુ સુધી રોહિત શર્મા તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.