રસ્તા માટે આમ તો સરકાર વિવિધ ગ્રાન્ટો ફળવતી હોય છે પણ કેટલીક વાર રસ્તો બનાવવા માટે પુરે પુરી ગ્રાન્ટ નો ઉપયોગ થતો નથી અને કોન્ટ્રાકટરો અને અધિકારીઓ ની મીલીભગત થી રસ્તાનું કામ હલકી ગુણવતાનું થાય છે તેવો જ જાગતો પુરાવો છે ભિલોડાના નાના કંથારીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ લુસડિયા થી વાઘપુર (ભીમ પગલાં )તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો હાલ ખંડેર હાલતમાં છે
નાના કંથારીયા ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોનો હાલ આક્ષેપ છે કે આલુસડિયા થી વાઘપુર (ભીમ પગલાં )તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો ચાર કિલોમીટર નો રસ્તો છેલ્લા કેટલાય વર્ષો થી બન્યો નથી અને બન્યો તે વખતે આ કામ હલકી ગુણવતાવાળું થયું છે અને આ રસ્તાઓ પર ઠેળ ઠેળ ખાડાઓ પડી ગયા છે અને આ રસ્તાનું સમારકામ પણ હલકી ગુણવતા વારુ થવાંથી વધુ ખંડેર બન્યો છે અને રસ્તાનું સમારકામ પણ સારુ થતું નથી જેના કારણે હાલ આ રસ્તાપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
નવીન રસ્તા બાબતે રજુઆત કરતા જાગૃત નાગરિકો એ જણાવ્યું હતું કે આ રસ્તા બાબતે નેતાઓ પણ ખોટા ખોટા આશ્વાસન આપે છે અને રસ્તો થતો નથી બીજી બાજુ જો આ રસ્તો નવો નહિ બને તો ચૂંટણી બહિષ્કાર ની પણ ચીમકી આપી છે વધુમાં આ રસ્તાનું સમારકામ હલકી ગુણવતાનું થાય છે જેના કારણે અકસ્માતો સર્જાય છે જો આ રસ્તો ટૂંક સમયમાં નવીન નહિ બને તો ગાંધી ચીંધે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે