લોકસભા 2024 પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભંગાણ સર્જાય તેવા એંધાણ છે ભુપત ભાયાણીના રાજીનામાં બાદ ચૈતર વસાવાએ પોલી સમક્ષ સરેન્ડર કર્યું અને તેઓ અત્યારે જેલમાં છે ત્યારે આપમાં વધુ ભંગાણ રોકવા આપના કેન્દ્રીય નેતાઓ ગુજરાત પોહચી રહ્યા છે આપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠક આજે અમદાવાદ આવી પોહ્ચ્યા હતા આપના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠક આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પોહ્ચ્યા હતા અને અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંથી તેઓ પાર્ટી કાર્યાલય પોહ્ચ્યા હતા અને અહીં તેઓએ પાર્ટી આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ કરી હતી