નાતાલ અને નવા વર્ષને ઉજવવા માટે લોકો ખાસ કરીને યુવાનો માદક પદાર્થ કે નશાનો ઉપયોગ કરતા હોય છે . અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે આવા વ્યસનોથી દૂર રહે અને જો આવું કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે . શહેરમાં હાલ પ્રોહીબિશન ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં 3 દિવસમાં પોલીસે દેેશી દારૂના 114 કેસ કરીને 76 બુટલેગરની ધરપકડ કરી છે. આ સાથે 666 લિટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂના 18 કેસ કરીને 20 આરોપીની ધરપકડ કરી છે.
દારૂ પીધેલા લોકોને પકડવા માટે શહેર પોલીસને 500 બ્રિથ એનલાઈઝર અપાયા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવા પોલીસ બ્રિથ એનલાઈઝરની મદદ લે છે. આ બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ પોલીસ 31 મી ડિસેમ્બરની રાત સુધી રોજે કરશે. 200 નાકાબંધી પોઈન્ટ પરના પોલીસને બ્રિથ એનલાઈઝર સાથે રાખવા સૂચના અપાઈ છે.