અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. વિગતો મુજબ આ ફેરફારો F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. આ અંતર્ગત US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાનું કહ્યું છે.
આ નવી અપડેટેડ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર USમાં તેમના રોકાણનો સમયગાળો વધારવા અને F અને M કેટેગરીમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત છે. આ નવી માર્ગદર્શિકા 20 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે આ નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, F અને M વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે. સ્નાતક વિદ્યાર્થીઓ હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માટે 36 મહિનાની વૈકલ્પિક વ્યવહારિક તાલીમ મેળવી શકે છે.
આ ઉપરાંત આ માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, Fવિઝા ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
અમેરિકામાં Mવિઝા વ્યાવસાયિક અભ્યાસ માટે આપવામાં આવે છે જ્યારે Fવિઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવે છે. અમેરિકાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસના અભ્યાસક્રમના આધારે અરજદારોને F અથવા Mવિઝા આપવામાં આવે છે. બંને પ્રકારના વિઝા હેઠળ વ્યક્તિને 60 મહિના સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપી શકાય છે.