દ્વારિકામાં આહીર સમાજ દવારા આહીરાણી મહારાસનું આયોજન થયું હતું જેમાં દેશ વિદેશથી 37 હજાર આહીરાણીઓ મહારાસ રમ્યા હતા આયોજન સફળ થયા બાદ હવે તેના પર રાજનીતિ શરુ થઇ છે આ રાજનીતિ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કરી છે ગોપાલ ઇટાલિયાએ એક વિડિઓ વાયરલ કર્યો અને તેમાં કહયું કે આહીર સમાજે ભેગા મળીને જે મહારાસનું આયોજન કર્યું તેમાં 2 બાબતની નોંધ લેવા જેવી છે ભગવાન શ્રીકૃષ્ણ અને રાસ તે આપણી પરંપરા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નાના એવા આહીર સમાજ પાસેથી શીખવા જેવું છે આહીર સમાજે જે કાર્યક્રમ કર્યો કે આ મહારાસના મંચ પર દરેક પાર્ટીના નેતા હતા પણ તેઓ મૂળ આહીર હતા જ્યારે બીજા કાર્યક્રમમા જ્ઞાતિના લોકોને આમંત્રણ નથી મળતું પણ નેતાઓ ને મંચ મળે છે સમાજ માટે આ યોજન દાખલારૂપ છે