દ્વારકા ACC ગ્રાઉન્ડ નંદગામ ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય મહારાસ રમાયો હતો….આ રાસના સફળ આયોજન બદલ ભગવાનભાઇ બારડ એક આહીરાણી સાથે વાત કરતા ભાવુક થઇ રડી પડયા હતા આ મહારાસમાં 37 હજારથી વધુ આહીરાણીઓએ મહારાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે….દેશના ખૂણે ખૂણેથી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ શહીત વિશ્વભરમાંથી આહિર બેહનો રાસ રમવા દ્વારકા ખાતે આવી હતી…દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પુત્રવધુ અને બાણા સુરની પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી……લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા….આ તકે છેલ્લા બે મહિનાથી સતત અને સતત આ કાર્યક્રમ મોનિટરિંગ કરતા તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યક્રમ બાદ ભાવુક થયા હતા…