દ્વારકા: અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન દ્વારકા શહેરને જોવા માટે ગુજરાત સરકાર સબમરીન(SUBMARIN) સેવા શરૂ કરશે. ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં ડૂબેલા પ્રાચીન શહેર દ્વારકાને સામાન્ય લોકોને બતાવવા સબમરીન સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં(MUMBAI) જાહેર ક્ષેત્રની શિપબિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.