સલામત સવારી એસટી અમારીની સામે ફરીવાર ફરિયાદો ઉઠાવી છે. વિદ્યાર્થીઓને પડતી હાલાકીના કારને આ ફરિયાદો ઉઠી છે. ખાંભા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને એસટી બસની અનિયમિતતાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આખરે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. એસટી બસની અનિયમિતતાને આવે છે તેના કારણે ભણતરમાં મુશ્કેલીઓ પડી રહી છે તેવી ફરિયાદો ઉઠી છે. અઠવાડિયામાં એસટી બસ રેગ્યુલર નહિ થાય તો ચક્કાજામ કરવાની વિધાર્થીઓએ ચીમકી પણ આપી છે. એસટી બસની અનિયમિતતાને કારણે ગીરના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.