સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે સરકાર નવો નિયમ લઈને આવી છે. આ નિયમ અનુસાર જો તમે એક નાનકડી ભૂલ કરી દીધી તો તમારાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમનેન્ટ ડિલીટ થઈ જશે. આ નવો નિયમ સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનન અંગે કરવામાં આવેલી અપીલ બાદ લાગૂ કરવા જઈ રહી છે. નિયમાનુસાર યૂઝરને સૂચિત કર્યા વગર જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે.
સરકારનાં આ નવા નિયમ અનુસાર જે યૂઝર્સે છેલ્લાં 3 વર્ષોમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ એકવાર પણ નથી કર્યો અથવા તો એ એકાઉન્ટની મદદથી કોઈ પોસ્ટ નથી કરી એ તમામ એકાઉન્ટને સરકાર હંમેશા માટે બંધ કરી શકે છે. સોશિયલ મીડિયાને લઈને બનાવવામાં આવેલા આ નિયમને ઈકોમર્સ કંપનીઓ, ઓનલાઈન માર્કેટપ્લેસ, ગેમિંગ કંપનીઓ અને તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર પણ લાગૂ કરવામાં આવી શકે છે. આ પગલાથી ભારતમાં નંબર ઑફ યૂઝર્સનો આંકડો પણ મળી આવશે.