- અરવલ્લી ૪ વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર
- ગામના યુવકે જ બાળકીને પીંખી નાખી
- બાળકીના પિતાના મિત્રે પીંખી બાળકીને
- આરોપીના ઘરમાં જ મળી બાળકીને લાશ
અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે અને ઘટનામાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી તેના શરીરના જુદા જુદા અંગો પર બચકા ભરી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું ક્રૂર ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે. ધનસુરા તાલુકાના એક ગામડામાં જઘન્ય ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકી ને મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી છે. ગામમાં રહેતા આરોપી મિત્રતાને લાંછન લગાવ્યું છે મિત્રની ચાર વર્ષની બાળકી ને પિંખી નાખી તેને મોતને ઘાટ ઉતારી છે. નરાધમે હેવાનીયતની તમામ હદો પાર કરી છે. અને બાળકીને મોઢે તેમજ પગમાં બચકા ભરીને માંસ કાઢી નાંખ્યુ હતું.
બીજી તરફ, બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે ધનસુરા પોલીસ સહિત ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
સમાજ માટે લાલબત્તી સમાન બનેલ આ ઘટનાથી આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે ત્યારે નાની ફૂલ જેવી બાળકીને તેના પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેતા આ દુનિયામાં કોના પર વિશ્વાસ કરવો અને કોણા પર નહિ તે પણ હવે એક મોટો સવાલ સમાજ માટે છે.હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી ને વધુ કાર્યવાહી હાથધરી છે..