ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, દ્વારકાના શિવરાજપુર બિચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે. મહત્વનું છે કે, દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા છે.
દ્વારકાને ટૂંક સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં સાયન્સસિટી ખાતે આવેલ એક્વેરિયમમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે છે. જોકે હવે દ્વારકાના શિવરાજપુર બિચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે ટૂંક સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે. જેને લઈ આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.