અમદાવાદ થી ઉપડેલી જમ્મુ તાવી ટ્રેનમાં બૉમ્બ હોવાના કંટ્રોલ રૂમને મળેલા મેસેજમાં નવો ખુલાસો થયો છે.અમદાવાદ થી એસ 1 કોચમાં સમાન ભૂલી ગયેલા અમિત નામના શખ્સ એ કંટ્રોલ રૂમનો કોલ કર્યો હોવાની વિગત બહાર આવી છે.મહેસાણા રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને અટકાવી દેવાઈ હતી.અને મહેસાણા એસ પી સહિત પોલીસ અધિકારીઓ રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા.જો કે સઘન તપાસ બાદ એસ 1 કોચમાંથી સમાન મળી આવ્યો હતો.આ સમાન અમિત નામના શખ્સ નો હોવાની વિગત મળી હતી.અમિતે ટ્રેન ચુકી જતા મહેસાણા ખાતે ટ્રેન પકડવા માટે ખોટો ફોન કર્યો હોવાની વિગત સામે આવી છે.પોલીસે ઊંઝા રેલવે સ્ટેશનથી અન્ય ટ્રેનમાં બેસી ગયેલા અમિત નામના શખ્સ ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસમાં અમિત બેરોજગાર હોવાથી આત્મહત્યા કરવા માટે નીકળ્યો હતો.જે દરમિયાન અમદાવાદ ખાતે ટ્રેનના કોચમાં સામાન મૂકી પાણી ભરવા જતા ટ્રેન ઉપડી ગઈ હતી.ત્યારબાદ આ પ્રકારે તેણે કંટ્રોલરૂમને ફોન કર્યો હતો.