ઠંડીની શરુઆત થતાં જ દેશમાં ફરીથી કોરોના (corona)એ માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ રોજ નવા કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona)ના કેસ વધતાં ટેસ્ટિંગની સંખ્યા વધારાઇ છે. હવે અલગ અલગ સ્થળોએ 100ના બદલે 500 ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ (Ahmedabad)માં કોરોના (corona) ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ છે અને 100ને બદલે હવે 500 ટેસ્ટ કરવા નિર્ણય કરાયો છે. આ માટે અર્બન હેલ્થ સેન્ટરમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તથા ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરવામાં આવશે.
15 દિવસ અગાઉ શહેરમાં કોરોના (corona)ના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા પણ જેમ જેમ કોરાનના કેસ વધતાં હવે 500 ટેસ્ટ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 3 વધુ કેસ આવ્યા છે. શહેરના બોડકદેવ, વેજલપુર અને ઓઢવ વિસ્તારમાં કોરોનાના નવા કેસ જોવા મળ્યા છે.
કોરોનાના નવા 3 કેસ પૈકી 2 વ્યક્તિ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે અને બંને મહારાષ્ટ્રથી આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સારવાર લઇ રહેલા 2 દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલની સ્થિતીની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના 60 એક્ટિવ કેસ છે જેમાં 59 જેટલા દર્દીને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા તમામ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ શરુ કરાયા છે.
બીજી તરફ ઠંડીની સીઝનમાં પણ શહેરમાં રોગચાળો યથાવત રહ્યો છે. ડિસેમ્બર માસમાં
ઝાડાઉલ્ટીના 464, કમળાના 128, ટાઈફોઈડના 343 અને કોલેરાના 13 કેસ નોંધાયા છે. શહેરના વટવા, લાંભા, બહેરામપુરા, અમરાઇવાડી, ગોમતીપુર, વસ્ત્રાલમાં કોલેરાના કેસ નોંધાયા છે. ઉપરાંત શહેરમાં મચ્છરજન્ય કેસ 150ને પાર થયા છે. શહેમા સાદા મેલેરિયાના 48, ઝેરી મેલેરિયાના 20, ડેન્ગ્યુના 87ને ચિકનગુનિયાના 02 કેસ નોંધાયા છે.