આપ નેતા ચૈતર વસાવા અત્યારે વર્તમાનમાં જેલમાં બંધ છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં 7 જાન્યુઆરીના રોજ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડેડીયાપાડા આવી રહ્યા છે અહીં તેઓ એક જનસભાને સંબોધન કરશે અને ચૈતર વસાવાના પરિવારને પણ મળશે ત્યારે આ જનસભા ને સફળ બનાવવા અને લાખો લોકો ઉમટી પડે તે માટે આદિવાસી આગેવાનો ગામડાઓ ખૂંદી રહ્યા છે