તાલાલા તાલુકામાં સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા ઠગીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નૌકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એકાદ કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહી વાળા લેટરો મળી આવતા પોલીસે તપાસનો ઘમધમાટ આગળ ધપાવ્યો છે.