સમગ્ર દેશમાં અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરો સહિત ખાનગી ફેરીઓ મારતા ડ્રાઈવરો એ વિવિધ જગ્યાઓ પર આજે પોતાના એસોસિએશન સાથે મળી હડતાળ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.દેશમાં અકસ્માતના નવા નિયમો અંગે હાલમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન
કરવામાં આવી રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.જિલ્લાના ભિલોડા ખાતે આજે હડતાળમાં જોડાયા હતાં.ત્યારબાદ સ્થાનિક મામલતદારને આ મામલે આવેદનપત્ર સરકાર કાયદો પરત લેવાની માંગ કરી હતી