વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળી હતી. આ તરફ હવે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા. લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન PM મોદી ત્યાંના લોકોને મળ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે જ ત્યાંના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદભૂત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. મને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.”